It's 6th Anniversary...!!

 

આજે એવી જ વાત કરવા જઇ રહ્યો છું, જે આમ તો અંગત વાત છે પણ કહેવી જરૂરી છે એવું કઈક લાગ્યું એટ્લે આગળ વધી રહ્યો છું..

 

વાત એવી કે ૨૦૧૭ની અંદર ધોરણ ૯માં ભણતો છોકરો જેને કામમાં રસ, હવે આ રસ ખબર નથી કે એ વારસામાં મળ્યું છે કે પછી જાતે ઊભી કરેલી એક આદત. ૨૦૧૭માં રેડિયો મિર્ચીની અંદર એક ભરતીની જાહેરાત થઈ અને એ છાપામાં આવી. આ જાહેરાત જોઈને હું પોતે મિર્ચીની ઓફિસમાં પહોંચી ગયો. સ્ટેશન માસ્ટરએ તો મને લેવાની ના પડી હતી પણ એ સમયના RJ ધ્વનિત અને RJ દેવકી બન્નેને વિશ્વાસ એટલે એમણે સ્ટેશન માસ્ટરને વિનંતી કરીને નોકરી અપાવી(ઈંટર્નશિપ). એક વર્ષ ઘરેથી કામ કર્યું કેમ કે પાછળ SSCની પરીક્ષા હતી. SSC પાસ કર્યા પછી હવે ખરાખરીનો સમય ચાલુ થયો. હવે ઘરથી કામના નિયમો ચાલે એમ હતા નહીં. અને સાથે જ ઈંટર્નશિપનો સમય પણ પૂરો થઈ ગયો હતો. આથી, આગળ વધ્યા અને પોલિટેકનિકમાં એડમિશન લીધું કેમ કે ખ્યાલ આવી ગયો હતો કે આવનારો જમાનો કોમ્યુટર યુગનો આવશે. આમ, સરકારી પોલિટેકનિક આર. સી. ટેકનિકલની અંદર એડમિશન લીધું.


તકલીફ તો ત્યાં પડી કે આ કોલેજમાં હાજરી ફરજિયાત હતી અને કામ તો જોડે ચાલુ હતું. આથી, ઓફિસમાં પરાણે નાઈટ શિફ્ટમાં મને રાખવા વિનંતી કરી અને એ લોકો આખરે માની ગયા. રોજ સવાર ૮ વાગ્યાની કોલેજ જે ૪ વાગે પતે પછી ઘરે આવનું કોલેજનું કામ પતાવાનું અને રાતના ૯.૩૦ થી સવારના ૩ એ રેડિયોની ઓફીસમા જાય. આવું કરતાં કરતાં ૨૦૧૮માં મે ધ્વનિતભાઈ ને વાત કરી કે મેડિસિન ભણવાની ઈચ્છા બહુ હતી પણ કહેવાય ને કે ભગવાનની ઈચ્છા બીજી હસે એટલે ના ભણ્યા, તો ધ્વનિતે વિચાર આપ્યો કે હું કઈક કરું કેમ કે મે સાંભડ્યું છે કે બહારની કોલેજો મેડિસિન ઓનલાઈન ભણાવે છે અને ડિગ્રી પણ આપશે. કઈક તો હકારાત્મકતા મળી જીવનમાં પણ ક્યારે થશે શું થસે કઈ જ ખબર નહોતી.


પણ આતો બીજા જ દિવસે ધ્વનિતભાઈ અમારા જોહન્સ હોપ્કિંસ યુનિવર્સિટીમાં એડમિશનનું ફોર્મ લઈને આવ્યા. યુનિવર્સિટી પ્રમાણે ક્રિટિકલ કેર અને એપીડેમીઓલોજિસ્ટમાં એડમિશન મળતું હતું. જેની એ વખતે ઓનલાઈન ફી ૨૫,૦૦૦/વર્ષે હતી. પૈસા તો નોકરી કરતાં હતા એટ્લે આટલા ભેગા થઈ ગયા હતા અને આગળના વર્ષના આ વર્ષે થઈ જશે એવો અંદાજ હતો પણ ઓનલાઈન પૈસા ભરાય કેમના??


UPI થી કે ઓનલાઈન પેમેન્ટ શક્ય નહતુ એ સમયે એટ્લે પાછા ૩ દિવસ બગડયા. એડમિશન પ્રોસેસના ૨ દિવસ બાકી હતા ને દેવકી સાથે વાત થઈ દેવકી એ કીધું કે એરપોર્ટ પર જઈને મની એક્ષચેન્જ ડિપાર્ટમેંટવાળાને પૂછી જુઓ એ નક્કી મદદ કરશે. હું અને ધ્વનિતભાઈ રજા મૂકીને તરત એરપોર્ટ પહોંચ્યા જ્યાં એમણે ફી ભરી આપી અને એડમિશન થઈ ગયું(એમણે એમની ફી અલગ લીધી હતી પછી).


૩ વર્ષનો કોર્સ ૨.૫ વર્ષમાં પૂરો કર્યો અને પરિક્ષા આપી એ પરીક્ષામાં પાસ થયા પછી IMA(Indian Medical Association – CME eligible) એ પરીક્ષા લીધી જે પ્રેક્ટિકલ પરીક્ષા હતી. વી.એસ હોસ્પિટલ અને સિમ્સ હોસ્પીટલમાં આ પરીક્ષા થઈ. એકંદરે બન્નેમાં સારા માર્ક્સે પાસ થયા. અફસોસ એ વાતનો કે તમે આ ડિગ્રી પર કાયમની પ્રેક્ટિસના કરી શકો પરંતુ મહિનામાં ૫ કરી શકો અથવા તો સરકારી આયોગ બતાવે ત્યાં કરી શકો.

આ એક તબક્કો હતો જેની સાથે મિર્ચીની જોબ કોલેજ બન્ને ચાલુ હતું પરંતુ કહેવાય ને ભાઈબંધોનો સંગ સારો મળ્યો કે આ પરિસ્થિતિમાં પણ એમણે બધે સાચવી લીધું. કાયમ માટે આ તમામ મિત્રોનો આભારી રહીશ જ. આ બધાની સાથે સાથે બ્લોગ લખવાનું શરૂ કર્યું, એન્કરની સ્પીચ, પ્રસંગોની સ્પીચ, વેબ-સિરીઝના ડાયલોગો આવું બધુ જોડે જોડે શીખ્યા. ધ્વનીતભાઈ જોડે કેમ્પેન શરૂ કર્યા એમના કેમ્પેન લખવાના શરૂ કર્યા અને આજે અહિયાં સુધી છીએ.

 

હાલની તારીખમાં લખવાના, રેડિયોના ને મેડિસિનના બધા જ કામ કરી લઉં છુ. મેડિસિનની પ્રેક્ટિસ કુમુદ હાર્ટ હોસ્પિટલ સાથે ૨ સરકારી અને ૩ પ્રાઈવેટ હોસ્પિટલમાં આપું છુ. સાથે જ “સ્વરોતસ્વ”, ગુજરાત સરકાર દ્વારા આયોજીત “ગુજરાતી વારસા અને સંસ્કૃતિ” જેવા આયોજનોમાં મહત્વનો ભાગ બનીને આયોજન અને સંચાલન સફળતાપૂર્વક કરી લઉં છુ. આજે આની સાથે જ બીજા કામનો પણ ઉમેરો થયો હશે પણ હું અકબંધ છુ. થશે એટલું કરતાં જ રહીશું. અને આ બધામાં મોટો ફાળો મને મળેલા ભાઈબંધોનો છે કે હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો. કહેવાને કે મને આંધળો પ્રેમ કરીને પંપાળીને રાખ્યો હતો કે કામ કરીને આવ્યો છુ તું તાર કર કોલેજમાં ને ઓફિસમાં અમે જોઈ લેશું..


ખાસ કરીને મિત્રો, ધ્વનિતભાઈ, દેવકી અને કોલેજના મિત્રો સાથે જ મિર્ચીનો સ્ટાફ ખૂબ ખૂબ આભાર તમારા પ્રતાપે ઘણો આગળ આવ્યો. અને આમાથી શીખ્યો શું ખબર છે કે ગમે તે થાય તમારા મિત્રો ને ખબર હોય ને પછી તમારે જોવાનું ના આવે. ખાલી મિત્રો માટે કદર, લાગણી અને વિશ્વાસ કરીને “યા હોમ” કરીને કૂદી જ પાડવાનું હોય..!!

 

દીપ જાની

Comments

Popular posts from this blog

મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

Burned to Gold: A Story Nobody Dared to Tell

જિંદગીના કેટલાક કડવા સવાલો....