It's 6th Anniversary...!!
આજે એવી જ વાત કરવા જઇ રહ્યો છું , જે આમ તો અંગત વાત છે પણ કહેવી જરૂરી છે એવું કઈક લાગ્યું એટ્લે આગળ વધી રહ્યો છું.. વાત એવી કે ૨૦૧૭ની અંદર ધોરણ ૯માં ભણતો છોકરો જેને કામમાં રસ , હવે આ રસ ખબર નથી કે એ વારસામાં મળ્યું છે કે પછી જાતે ઊભી કરેલી એક આદત. ૨૦૧૭માં રેડિયો મિર્ચીની અંદર એક ભરતીની જાહેરાત થઈ અને એ છાપામાં આવી. આ જાહેરાત જોઈને હું પોતે મિર્ચીની ઓફિસમાં પહોંચી ગયો. સ્ટેશન માસ્ટરએ તો મને લેવાની ના પડી હતી પણ એ સમયના RJ ધ્વનિત અને RJ દેવકી બન્નેને વિશ્વાસ એટલે એમણે સ્ટેશન માસ્ટરને વિનંતી કરીને નોકરી અપાવી(ઈંટર્નશિપ). એક વર્ષ ઘરેથી કામ કર્યું કેમ કે પાછળ SSC ની પરીક્ષા હતી. SSC પાસ કર્યા પછી હવે ખરાખરીનો સમય ચાલુ થયો. હવે ઘરથી કામના નિયમો ચાલે એમ હતા નહીં. અને સાથે જ ઈંટર્નશિપનો સમય પણ પૂરો થઈ ગયો હતો. આથી , આગળ વધ્યા અને પોલિટેકનિકમાં એડમિશન લીધું કેમ કે ખ્યાલ આવી ગયો હતો કે આવનારો જમાનો કોમ્યુટર યુગનો આવશે. આમ , સરકારી પોલિટેકનિક આર. સી. ટેકનિકલની અંદર એડમિશન લીધું. તકલીફ તો ત્યાં પડી કે આ કોલેજમાં હાજરી ફરજિયાત હતી અને કામ તો જોડે ચાલુ હતું. આથી , ઓફિસમાં...