જિંદગીના કેટલાક કડવા સવાલો....

 જિંદગી એક એવી કથા છે જેના કેટલાક નિયમો છેઅને બને ત્યા સુધી આ નિયમો દરેક વ્યક્તિએ પોતાના માટે જાતે બનાવાના હોય છે. પણજો આ નિયમો બનાવતી વખતે એનાથી કોઈ ભૂલ અથવા તો સમજણ ના હોય ને તો એને કોઈક ને પૂછીને સમગ્ર જાણકારી મેળવવાનો અધિકાર છે. હવે પ્રશ્ન એ છે કે આ જાણકારી કયા વ્યક્તિ પાસેથી મેળવો છો અને એ વ્યકતી આ વિષયમાં કેટલો પારંગત છે.
 
આ સંદર્ભેમારી જિંદગીમાં આ સ્થળ પર આવીને કેટલાક પ્રશ્નો ખૂબ જ મૂંઝવણમાં મૂકે છેઅને આ પ્રશ્નો 2 3 લોકોને પૂછ્યા પછી એવું લાગ્યું કે એમને પણ આજ પ્રશ્નો છે. અને અનુભવીની સલાહ લેવી એના માટે યોગ્યતા શું હોવી જોઈએઆ બધા પ્રશ્નો પછી એવું સમજાયું કે આપણે સવાલ મૂકીએ દરેક વ્યક્તિ એના પ્રમાણમા આપણને જવાબ આપે અને એ જવાબ આપડે આપણી રીતે મૂલવવાનો થાય.
 
બીજી લાંબી ચર્ચા કર્યા સિવાય સીધા પ્રશ્ન ઉપર જઈએ ને તો,

પ્રથમ વાત કરીએ તો, દરેક વ્યક્તિને એવું હોય કે કોઈ વ્યક્તિ એમને સમજે એમની વાત સાંભળે અને એ વાત સાંભળીને એ વસ્તુનું કોઈક ઠેકાણે નિરાકરણ લાવી આપે. હવેમુદ્દો એ છે કે જે વ્યક્તિ દરેકના પ્રશ્નનું સમાધાન આપતો હોય ને એના પ્રશ્નનુ સમાધાન કોઇની પાસે હોતુ નથી. આ જે વ્યક્તિ તમને કઈક કહે છે કે તમને સલાહ આપે છે એ વ્યક્તિ જ્યારે કઈક બોલે તો તમારી લાગણી કેમ મરી પરવારે છેયાતો તમને કેમ એમની વાતો સમજાતી નથીસાથે જ જો તમને એમની લાગણી સમજાતી હોય અથવા તો તમે એ વ્યક્તિને સમજતા હોવ તો પછી કેમ તમે એમની સામે લાગણી કહી ના શક્યા કે આ વસ્તુ આમ છે?!


બીજી વાત ભાઈબંધી પર કરવી છેપ્રથમ તો કે જે જરૂર પડે ને યાદ આવે ને એને ઓળખાણ કહેવાયપરંતુ જીવનના દરેક નાના-મોટા પ્રસંગોમાં જેની ખોટ વર્તાય એને ભાઈબંધ કહેવાય. આજના આ યુગમાં અથવા તો જેને Gen-Z જનરેશન કહીએ છીએ એમાં આ ઓળખાણનું પ્રમાણ વધતુ જાય છે અને ભાઈબંધીનું પ્રમાણ ઘટતું જાય છે. જે વસ્તુ/વ્યક્તિ/સંબંધ/ભૂલો/ગુના બધુ જે વ્યક્તિને ખબર હોય એની સામે વાત તમે કેમ છુપાવો?


ત્રીજી વાત છે કે દિલ ખોલીને વ્યવહાર કરવાનીએનો મતલબ કે તમને ખબર હોય કે આ વ્યક્તિ ભાઈબંધ છેપાડોશી છે કે સંબંધી છે તો ક્યાં કઈ મર્યાદામાં તમે કહી શકો. સમગ્ર જગતમાં એક જ વ્યવહાર એવો છે કે જ્યાં દિલ ખોલીને વ્યવહાર થાય છે અને એ છે “ભાઈબંધી”. આના ઉદાહરણ કૃષ્ણ-સુદામા લો કે પછી કૃષ્ણ-દ્રૌપદી. આમા કૃષ્ણ કે પછી બલરામ થવું અનિવાર્ય છે. પરંતુ આ મર્યાદા વગરના સંબંધમાં તમને એવું લાગે છે કે તમે કઈ છુપાવી શકશો?! જો તમને ખબર હોય ને કે સામેવાળો વ્યક્તિ તમને ને તમારા વ્યક્તિતવ સાથે જ તમારા વ્યવહારને સાંગો-પાંગ જાણી ગયો છેઓળખે છે અને સમજે છે તો તમારે આવું ના કરવું જોઈએ. ખાલી તમારી જાણ માટે કે જો તમે ખોટું બોલતા હોવ અને સામેવાળાને ખબર હોય ને તો એને ખોટું સાંભળવામાં ખૂબ મજા આવે કેમ કે એને ખબર છે કે આ ખોટુ છે. તો આવા સંબધોમાં ખોટું બોલવું યોગ્ય છે?!


ચોથી વાત એવી કેજે આ ઉપરના ત્રણેય મુદ્દા દિલથી નિભાવે છે. એને ક્યાક કશેક ખબર છે જ કે ભાઈબંધી શું હોય અને કેવી રીતે નિભાવાય. આટલી હદે નિભાવ્યા પછી જો સામેનું વ્યક્તિ એમ કહે કે તમે જ સમજો તો એ વસ્તુ તો ખોટું કહેવાય નેકેમકે જીવનના પ્રથમ તબક્કે એ તમને સમજી ગયા એ એમનો ગુનો નથી. સામે તમારી તૈયારી જોઈએ એમને સમજવાની અને જો તમે ના સમજ્યા તો સામેની વ્યક્તિએ શું કરવાનું?!


પાંચમી વાતદરેક વ્યક્તિને દરેક વસ્તુની ખબર તો પડતી જ હોય છે તો એમને કહેવામા કેમ શરમ આવતી હશે(જાણીતી અને નજીકની વ્યક્તિઓની વાત છે). જો તમને એમ હોય કે આ વસ્તુથી એ સંબંધનો અંત આવી શકે છે અથવા તો એ અંત તરફ દોરી રહ્યું છે તો શું તમારી જવાબદારી એવી નથી કે તમે એમને પૂરી હકીકત જણાવોકેમ કે જો આ વાત/વસ્તુ/હકીકત બીજેથી જાણવા મળશે તો સંબંધ તૂટવાના ચાન્સ ખૂબ જ વધારે છે. રહી વાત એ જવાબની કે ‘જો અમે કહીશું તો સંબંધ તૂટશે એટ્લે કીધું જ નથી.!!’ આ જવાબનો મતલબ એવો છે કે તમને તમારા ભૂતકાળના કર્મો ખબર છે કે આ મારા કર્મો હતા અને મારા લીધે આવું થયું તું અને એ વખતે પણ મે છુપાવ્યું તું અને હજુ પણ છુપાવું છું એટ્લે કેતા નથી! તો શું આ લોકોએ હકીકત કહેવી ના જોઈએ?


છઠ્ઠી વાતદરેક સંબંધ જે બે વ્યક્તિથી બંધાય છે આ બંને વ્યક્તિને ખબર હોય છે કે સામેનું વ્યક્તિ કેવું છેતો એ હકીકત કહે તો એવું નહીં થતું હોય કે ક્ષણિક ગુસ્સો આવશે પણ એમને વિશ્વાસ આવી જશે કે આ સાચું બોલે છે?! આતો કેવી વાત છે કે અરેંજ મેરેજ માટે તમને ખબર હોય ને તો છોકરો છોકરી મળવા જાય. મળ્યા પછી ઘરે આવીને પ્રથમ વાત હોય કે Vibe(વાઈબ્સ) નથી મળતીયાતો એક કીક ના મળી. આતો એવી વાત છે સાહેબ કે યાતો એ વ્યક્તિને ખબર છે કે અલબત્ત ભૂતકાળમાં આટલો સારો મળ્યો/મળી તો મને તો અત્યાર આને થોડી પરણીશકાતો ભૂતકાળની એવી યાદો કે જો આના જોડે ભલે લગ્ન ના થયા પણ આના જેવી આદતો હોય ને તો જીવન જીવવાની મજા આવે. અને ભૂતકાળની સ્મૃતિઓ કે આવું ય હોય કેવા ઠેકાણા ક્યાં હોય ને કેવી દિવાળી ક્યાં કેવી રીતે ઉજ્વવી ખબર જ હોય બધાને અને એ દિવાળીના ફટાકડા ક્યા ફોડયા તા એ પણ ખબર હોય.(હવે અરેંજ મૅરેજ વાળા આવું કહે તો પૂછી જોજો જવાબ આમાથી જ આવશેતમને પૂછતાં આવડવું એ અનિવાર્ય શરત છે). તો તમને એવું લાગે છે સામેવાળો માણસ નીચતાનો અનુભવ કરે એના કરતા સારું એ છે કે આપણે હકીકત જ કહી દઈએ?! ઘણી વાર લોટમાં મીઠું જેટલું જુઠ્ઠુ છે ને બાકીનાને બહુ ભારે પડે કોક વાર બ્લડપ્રેશર પણ વધી જાય યાતો માથાની નસ ફાટીને હેમરેજ પણ થાય.

 

હવે આ પ્રશ્નો પછી મારે એક સાદી વાત કરવી છે કે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને માત્ર 2જા જ અધ્યાયમા જ જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ સમજાવી દીધો હતો તેમ છતાં 18 અધ્યાય સુધી બાપા કાગડો બાપા કાગડો કરીને 18 અધ્યાય સુધી ખેંચ્યું અને છેલ્લે કીધું શું,

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया |

विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु || 63||

આનો મતલબ એવો થાય છે કમે મારા જીવનમાં કમાયેલું દરેક જ્ઞાન તમને આપ્યું છેઆ દરેક જ્ઞાન બધા ગુપ્ત જ્ઞાન કરતા પણ વધારે ગુપ્ત છે. મે મારી ફરજ પૂરી કરી અને હવે તમને જે યોગ્ય લાગે એ કરો.

 

જો ભગવાન પણ આવું કહી શકતો હોય તોમાણસ તરીકે તમારી લાગણી એ ભગવાન કરતા પણ વધારે મોટી છે એવું તો છે જ નહીં! જે વ્યક્તિને લાગણી હોય  વ્યક્ત કરી શકે એ પૂર્વશરત છેનહિતર એ લાગણી ના કહેવાય. કારણ કે કૃષ્ણને ખબર હતી કે અર્જુન ઓવર-થીંકર(વધારે વિચારનારો) છેતેમ છતાં સમતા રાખીને 18 અધ્યાય સુધી રાહ જોઈ. તો કોઈક દિવસ સામેવાળા વ્યક્તિ વિશે કોઈક દિવસ તો તમે વિચારી શકો ને એ વ્યક્તિ જે સમતા રાખે છે એની સાથે તમને સાચું કહે છેસાચી સલાહ આપે છે અને તેમ છતાં તમારા બાજુમાં ઊભો છે એની સામે ખોટું બોલવાનો કે ન સમજવાનો શું મતલબ..?

 

લાગણી હોય ચિંતા હોય તો કરોનેતમે એ માણસ ને દુખ પહોંચાડીને એવું કહોને કે ભાઇ તમે તો સમજોવિશ્વાસ રાખો તો મારે તમને એટલું જ કહેવું છે તમારા કરતા એ વ્યક્તિ વધારે સમતા વાળો છેતમે ધીરજ રાખો અને એ વ્યક્તિના શબ્દો પર વિશ્વાસ રાખો ખોટા નહીં પડવા દે તમને. તમે કૃષ્ણ દ્રૌપદી બનો ના બનો પણ માણસ તરીકે માણસની જોડે તો સરખા ઊભા રહી શકોને આ પાયાનો પ્રશ્ન છે?! આમાં એક શરત છે કે સામેવાળા વ્યક્તિ ફોન કરે કે કહે ત્યારે આપણે પૂછીએ કે ભાઈચિંતા ના કરતો અમે છીએ એવું નહી પણ

ભાઈબંધી એ તમને ઠેસ વાગે તો સૌથી પહેલા તમને યાદ કરેઅને એનાથી પણ પહેલા તો એ ઠેસ તમને વાગવા જ ના દે..! અને સામેવાળા ના જીવનમાં તકલીફો આવે તો કીધા વગર આવીને ઊભો રહેવો જોઈએ.!

 

જો આમાં તમને કઈક પણ સારૂ લાગે, તો છેલ્લા શબ્દોમાં કહું ને તો નવી શરૂઆત કરો નવી શરૂઆત માં નવો દિવસ હોય, અને હું તો અવારનવાર કહુ જ છું કે જીવનમાં નવી શરૂઆત દિવસની હોય કે જીવનની પણ

સમય થયે ખરી જવું, અને ખર્યા પછી પણ સુગંધાઈ જવું!! 


તમે તમારા સમયે માણસોને યાદ કરો, એ લોકો હાજર થઈ જાય એ પણ તમારા સમયે. તો તમને શું લાગે કે તમારી ફરજ નથી કે એમને જરૂર હોય ત્યારે તમે એમના સમયે જોડે ઊભા રહો.! મા-બાપ જન્મ આપે ને પછી એમને દીકરા/દીકરી એમને માં-બાપ કહે એ એમની એક્સપેક્ટેશન (અપેક્ષા અથવા તો જરૂરિયાત) નથી, એ એમનો હક છે. તેવી જ રીતે તમારા ભાઈબંધો ભાઈબંધો છે અને તમને એમને કઈક કહો અને સામે એજ રીતે તમે સાંભળી લો એ જરૂર નથી કે એ લોકો સંબંધોથી અપેક્ષા નથી રાખતા એ એમનો હક છે તમારા જીવનમા. અને એ લોકોને હક આપવો એ તમારી જવાબદારી!

 

દીપ જાની

(સવાલના જવાબ તમે અંગત રીતે પણ આપી શકો છો આમાં લખવા હોય તો પણ લખી શકો છો! પણ જવાબ આપવા જરૂરકેમ કે ઘણા એવા લોકો પણ છે કે બધાને એવું લાગ્યું કે આ તો મારો પ્રશ્ન છે તમને કેમની ખબર પડી!?    

 


Comments

Popular posts from this blog

મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

Burned to Gold: A Story Nobody Dared to Tell