"સંગાથ"
આજે મારે જે વાત કરવી છે એ વિષય કઈ અલગ તો નથી પણ સાવ છોડી દેવા જેવો પણ નથી , આ વિષય પર બધા બઘું જાણે છે પણ આતો શું સાહેબ બધાને કહેતા શરમ ના આવે ?! બધાને ઓલી સાહિબી દેખાડવાના ચક્કરમાં કેવાનું રહી જાય છે.. મારે વાત કરવી છે “સંગાથ” વિશે. સંગાથ કેવો , કોનો , કઈ રીતે કરવો , સંગાથ નિભાવવો કે પછી સંગાથ નિભાવાય જ નહિ ? આ બધાજ પ્રશ્નો નો જવાબ જે હું સાંભળું છું , વાંચુ છું , જે જોયું છે એમાંથી મારે આપવા છે. આ ખાલી મારા મંતવ્યો છે , નિર્ણય નથી! હવે , માણસોને એક સંબંધ પ્રત્યે તમે જોયું હોય અને અવલોકન કર્યું હોય ને તો કઈક વધારે જ લગાવ હોય જ્યારે બાકીના સંબંધ કેવા હોય કે માત્ર રાખવા માટે રાખ્યા હોય અથવા તો એવું પણ બને કે એ સંબંધો માટે માત્ર કામ થી કામ , બહુ કઈ એમાં લોકો રસ ના દાખવે(આવું મે પરિવારોમાં પણ જોયું છે) વગેરે.. હવે આજે સૌથી પ્રિય સંગાથ છે એ માણસના મિત્ર તરીકે નો સંગાથ હોય , ભાઈ-બહેન નો હોય , અરે ગુરુ શિક્ષકનો પણ હોય. પણ મારા અવલોકન પર મે એવું જાણ્યું છે કે આ સંગાથો એ મિત્રના જ નીકળ્યા છે. એક એવો સંબંધ જે લોહીનો સંગાથ નથી , પણ તમે તમારી જાતે તમારો પડછા...