Posts

Showing posts from October, 2022

દિવાળીના તહેવારનું મહત્વ

Image
આમતો દરેક તહેવાર એ આપના જીવનમાં ખાસ એક ઉદ્દેશ્ય લઈને આવતો હોય છે, એટલા માટે જ ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં દર બે મહિનાની અંદર એકાદ તહેવાર તો આવતો જ હોય છે.  હાલ તો, પ્રકાશનો તહેવાર એટલે કે દિવાળી ચાલી રહી છે. એટલે મે વિચાર્યું કે ચાલો આ દિવા એટલે કે પ્રકાશના તહેવાર વિશે જ કંઇક લખીએ.  આમતો આ તહેવાર એ વાક બરસ થી શરૂ થાય છે શેનાથી વાક-બારસ નહિ કે વાઘ-બારસ.. હા, સાચુ સાંભળ્યું તમે વાક-બારસ.. વાક એટલે વાણી મતલબ કે જ્ઞાનની પૂજા, જ્ઞાન એટલે કે માં "સરસ્વતીની પૂજા"..  બીજો દિવસ ધનતેરસ, ધનતેરસ એટલે ધનની પૂજા નહિ..(પણ આપણે ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં બસ આપણે તો ધન સિવાય કઈ મતલબ નહિ) ખરેખર માતો ધનતેરસ એટલે "ધન્વંતરિની પૂજાનો દિવસ".. જે આપણને સુખ આપે, સમૃદ્ધિ આપે અને સારું સ્વાસ્થ્ય આપે.. તમે મુકેશ અંબાણીની બાજુમાં ઘર લો અને નીતા અંબાણી તમારા ઘરે વાટકી ખાંડ લેવા આવે એવા તમે દિવસો જુઓ એવી અંતરના મનથી શુભેચ્છાઓ પરંતુ એ દિવસ જોવા માટે પણ તમારું શરીર સારું હોવું જોઈએ., એટલા માટે ધન્વંતરિની પૂજા.. ત્રીજો દિવસ એટલે કાળી ચૌદશ, આમતો આ દિવસ વિશે કઈ ના ક...