જિંદગીના કેટલાક કડવા સવાલો....
જિંદગી એક એવી કથા છે જેના કેટલાક નિયમો છે , અને બને ત્યા સુધી આ નિયમો દરેક વ્યક્તિએ પોતાના માટે જાતે બનાવાના હોય છે. પણ , જો આ નિયમો બનાવતી વખતે એનાથી કોઈ ભૂલ અથવા તો સમજણ ના હોય ને તો એને કોઈક ને પૂછીને સમગ્ર જાણકારી મેળવવાનો અધિકાર છે. હવે પ્રશ્ન એ છે કે આ જાણકારી કયા વ્યક્તિ પાસેથી મેળવો છો અને એ વ્યકતી આ વિષયમાં કેટલો પારંગત છે. આ સંદર્ભે , મારી જિંદગીમાં આ સ્થળ પર આવીને કેટલાક પ્રશ્નો ખૂબ જ મૂંઝવણમાં મૂકે છે , અને આ પ્રશ્નો 2 3 લોકોને પૂછ્યા પછી એવું લાગ્યું કે એમને પણ આજ પ્રશ્નો છે. અને અનુભવીની સલાહ લેવી એના માટે યોગ્યતા શું હોવી જોઈએ ? આ બધા પ્રશ્નો પછી એવું સમજાયું કે આપણે સવાલ મૂકીએ દરેક વ્યક્તિ એના પ્રમાણમા આપણને જવાબ આપે અને એ જવાબ આપડે આપણી રીતે મૂલવવાનો થાય. બીજી લાંબી ચર્ચા કર્યા સિવાય સીધા પ્રશ્ન ઉપર જઈએ ને તો , પ્રથમ વાત કરીએ તો , દરેક વ્યક્તિને એવું હોય કે કોઈ વ્યક્તિ એમને સમજે એમની વાત સાંભળે અને એ વાત સાંભળીને એ વસ્તુનું કોઈક ઠેકાણે નિરાકરણ લાવી આપે. હવે , મુદ્દો એ છે કે જે વ્યક્તિ દરેકના પ્રશ્નનું...