વર્ષ 2023નો અનોખો અંદાજ્ મારી નજરે.....
આમતો દરેક નું વર્ષ 2023 પોતાની અલગ વિચારધારા અને પોતાના અલગ ઉદ્દેશ્ય સાથે પૂરું થયું હશે એવું હું હાલ પૂરતું માની લઉં છું... ઘણાના મનમાં ધારેલા ઉદ્દેષ્ય પૂરા થયા પણ હશે અને ઘણાના લક્ષ્યો પૂરા નહીં પણ થયા હોય , આજે હું મારી વાત કરવા આયો છું જ્યાં મારે કહેવું છે કે મારુ આ વર્ષ કેવું ગયું છે...!! જિંદગીના આ તબક્કે પહેલી વાર એવું ખબર પડી કે જીવનમાં અમુક તકલીફો આવશે તો કોઈ ઊભા નહીં કરે , આ બહુ કડવી વાત છે પણ મારા માટે તો હકીકત છે.. મારા જીવનમાં જેટલી તકલીફો આવી પણ મારા ભાઈબંધો મારી જોડે હતા , પણ આ વર્ષે 3-4 મહિના એવા ગયા મારા જ્યારે હું કોઈને કશું કહેવા જેવો લાયક જ નહોતો. કહી શકાય કે માણસ ડિપ્રેશન અથવા તો હતાશામાં જ જતો રહ્યો તો.. અને આ હતાશામાં જવાનું કારણ પણ એવું કે જે વસ્તુ મને નથી ગમતી અથવા તો જે વસ્તુ મને વારેવારે નિરાશ કરે છે એ વાત હું મારી જિંદગીમાં દર બીજા દિવસે જોઈ રહ્યો હતો. આ તબક્કો ચાલુ થયો એના પહેલા મે ઘણા લોકોને કહ્યું હતું મહત્તમ 2 લોકો જે નજીકના હતા આ સમયમાં પણ કશું થયું નહી અને કમનસીબે હું આ તબક્કામાં જતો રહ્યો. આ તબક્કો એટલો ખરાબ આયો કે હું કોઇની સાથે વાત કરવા ત...