દિવાળીના તહેવારનું મહત્વ

આમતો દરેક તહેવાર એ આપના જીવનમાં ખાસ એક ઉદ્દેશ્ય લઈને આવતો હોય છે, એટલા માટે જ ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં દર બે મહિનાની અંદર એકાદ તહેવાર તો આવતો જ હોય છે. 

હાલ તો, પ્રકાશનો તહેવાર એટલે કે દિવાળી ચાલી રહી છે. એટલે મે વિચાર્યું કે ચાલો આ દિવા એટલે કે પ્રકાશના તહેવાર વિશે જ કંઇક લખીએ. 


આમતો આ તહેવાર એ વાક બરસ થી શરૂ થાય છે શેનાથી વાક-બારસ નહિ કે વાઘ-બારસ.. હા, સાચુ સાંભળ્યું તમે વાક-બારસ.. વાક એટલે વાણી મતલબ કે જ્ઞાનની પૂજા, જ્ઞાન એટલે કે માં "સરસ્વતીની પૂજા".. 


બીજો દિવસ ધનતેરસ, ધનતેરસ એટલે ધનની પૂજા નહિ..(પણ આપણે ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં બસ આપણે તો ધન સિવાય કઈ મતલબ નહિ) ખરેખર માતો ધનતેરસ એટલે "ધન્વંતરિની પૂજાનો દિવસ".. જે આપણને સુખ આપે, સમૃદ્ધિ આપે અને સારું સ્વાસ્થ્ય આપે.. તમે મુકેશ અંબાણીની બાજુમાં ઘર લો અને નીતા અંબાણી તમારા ઘરે વાટકી ખાંડ લેવા આવે એવા તમે દિવસો જુઓ એવી અંતરના મનથી શુભેચ્છાઓ પરંતુ એ દિવસ જોવા માટે પણ તમારું શરીર સારું હોવું જોઈએ., એટલા માટે ધન્વંતરિની પૂજા..


ત્રીજો દિવસ એટલે કાળી ચૌદશ, આમતો આ દિવસ વિશે કઈ ના કહીએ તો પણ ચાલે એમ છે કે બધા તૈયાર છે એમના ઘરનો કકળાટ ક્યાંક ચાર રસ્તે કુંડાળા કરીને નાખવા જવામાં.. (પણ અંગતપણે એવું માનવું છે કે જો તમે કકળાટ બંધ કરી દો તો કોકના ઘરનો કકળાટ કાયમ માટે જતો રહે.) આમતો, કાળી ચૌદશ એટલે માં કાલિકાની પૂજાનો દિવસ "પરાક્રમને પુજવાનો દિવસ". તમે થોડા હિંમતવાન થાઓ અને પરાક્રમી થાઓ અને કોઈના ઓશિયાળા ના બનો એની પૂજા.. 


હવે, આ ત્રણ દિવસોમાં કરેલ પૂજા પ્રમાણે તમારા પાસે માતા સરસ્વતીનું જ્ઞાન અને વાણી, માતા કાલિકા જેવું પરાક્રમ અને માટે ધન્વંતરિ સુખ અને આરોગ્ય આપે જેથી તમારી દિવાળી શુભ જાય.. અને એટલે આપણે દિવાળીના દિવસે દિવા કરવા કે આટલા આશિર્વાદથી તો જગ જીતી જવાય.. સાથે જ દિવાળીનો પર્વ એટલે "લક્ષ્મી પૂજનનો દિવસ" બધું જ આવી ગયું હવે આ દુનિયામાં જીવવા માટે જોઈએ લક્ષ્મી અને વેપાર ધંધા પ્રમાણે લક્ષ્મી આવે ચોપડા થી એટલે આપણે કરીએ ચોપડા પૂજન.. 


હવેનો દિવસ એટલે નવું વર્ષ, બેસતું વર્ષ.. 
આટલા બધા આશીર્વાદ સાથે કરો એક નવી શરૂઆત એટલે કેહવાય 'નૂતન વર્ષાભિનંદન'. આપનું આવનારું વર્ષ શુકનવંતુ જાય એવી આશા.. 

સાથે જ મારા તરફથી આપને તથા તમારા પૂરા પરિવારને આવનારા વર્ષની ખૂબ શુભકામનાઓ, સાચી રીતે પુજવાથી ભગવાન મળે અને આ ભગવાન તમને મળે એજ આશા સાથે 

નૂતન વર્ષાભિનંદન & સાલ મુબારક! 
© દીપ જાની


Comments

Popular posts from this blog

મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

Burned to Gold: A Story Nobody Dared to Tell

જિંદગીના કેટલાક કડવા સવાલો....