મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

આજે મારે વાત બીજા કોઈની નહિ મારી પોતાની જ કરવી છે. એ પણ પાછી એ વિષય પર જે વિષયની લોકો દુઆઓ દેતા હોય છે!! 
"વાત છે મારી ભાઈબંધોની અને મે નીભાવેલી ભાઈબંધી વિશેની!"

વાતનું શીર્ષક થોડું ન સમજાય એવું છે પણ ચાલે, લોકો જીવતા જીવે મૃત્યુ પર બોલે છે ને તો પણ લાખોની સંખ્યાઓમા તે લોકોને સાંભળવા કે વાંચવા કરતા તો શીર્ષક સારું છે(એવું ખાલી મારું જ માનવું છે). 

વાત મારી ભાઈબંધી ની એવી કે સ્કુલથી જ હું થોડોક મસ્તીખોર પણ માપની, શબ્દો બોલતા પહેલા વિચારીને બોલુ કે શું બોલું છું(આ માત્ર વડીલો, મારા શિક્ષકો, મારા કરતાં અનુભવમાં વડીલ હોય એમના માટે) બાકી હું મારા ભાઈબંધો સામે તો જે યાદ આવે બોલી દઉં છું. અને જો કે જે વ્યક્તિની સામે વિચારવું પડે બોલતા પહેલા તો એ ભાઈબંધી કેવી.? એટલે સ્કૂલથી જ હું લોકો સાથે ઓછો બોલકો પણ શિક્ષકોનો પ્રિય, મને જે પણ સમસ્યા હોય એમને ખબર જ હોય!! એટલે જ અત્યાર હાલ સુધીમાં દરેક શિક્ષકે મને એમના ઘર પરિવારનો સદસ્ય માન્યો છે. 

હવે, વાત છે મારા ટેકનિકલ ડિગ્રી કોલેજની જે અભ્યાસ મે આર. સી. ટેકનિકલ, સોલા માથી કર્યો. બહુ મોટા મહામાનવો એ કીધું હતું મને કે આ સરકારી કોલેજ છે નહિ મજા આવે નહિ ભણાવે. પણ અહીંયા હું મારો કોર્સ કે વિષય નહિ પણ હું મારું જીવનઘડતર શીખ્યો છું. ટાઇમ નો ચુસ્ત હોવાથી થોડોક સમય એકલો જ રહ્યો કોલેજમાં. પણ થોડાક સમય પછી સાતેક લોકો જેમાં છ છોકરી અને એક છોકરો હતા એમને એવું થયું કે આની ભાઈબંધી રાખવા જેવી છે. ભાઈબંધી થઈ, આપણે ભાઈબંધી નિભાવવા વાળા લોકો હતા એટલે એનો પરચો મે થોડાક જ સમયમાં મે એમને આપી દીધેલો હતો. હવે, એ સાતેક લોકો લગભગ લગભગ અસ્ત વ્યસ્ત ટાઇમના નઠારા!! પણ હું ગરમ ન થઈ જઉં કે એમની પર બગડું નહિ એટલે ધીમે ધીમે એ પણ ટાઈમના ચુસ્ત થયા, જે આજે પણ એવું કહે છે કે તારા લીધે આજે અમે સમયના ચુસ્ત છીએ અને અમને આ વસ્તુ હાલ આજે બહુ કામ આવે છે ને કદાચ ભવિષ્યમાં તો ખૂબ જ કામ આવશે. જોકે, હું ભાઈબંધોમાં પણ થોડો ઓછાબોલો જ હતો પણ મને મારા જીગરજાન એવા મિત્ર સરીખા પ્રોફેસર મળ્યા "ડો. જય મહેતા" જેમની મિત્રતામાથી શીખ્યો કે મિત્રો સામે તો બોલી શકાય. આજે હું જીવનમાં જ્યાં કઈ પણ છું એ એમનો પ્રતાપ છે. અને એમનો સદા માટે ઋણી છું. જીવનમાં પરીક્ષા હોય, ગમે તે પરિસ્થિતિ હોય એ અંગત હોય કે પછી કોલેજની પરિસ્થિતિ બધું જ એમને મન ખોલીને કહી શકું. ભાઈબંધી માં ડો. જય મહેતા તો ઉલ્લેખ એટલા માટે કે એ મારા માટે મિત્રથી ઓછા નહતા. મને કાયમ લખવા, વાંચવા માટે પ્રેરિત કર્યો છે. પૈસામાં હું થોડોક કંજૂસ (પરિસ્થિતિ કઈક વધારે જોઈ હોય એટલે) કાયમ એ જે ચોપડીઓ નવી લઈ આયા હોય ને વાંચી રેહ એટલે એ પુસ્તક કાયમ મારે નામ હોય. અને આજે પણ એ વાતમાં આંખોમાં ભીનાશ આવે કે સાલુ, મે એમને કહ્યું નતું આ કશુજ પણ તેમ છતાં તે સમજી ગયા. ધન્ય છે સાહેબ!! આજે પણ આ સાતેય લોકો સાથે કદાચ વાત નથી થતી કેમ કે સમય સંજોગ ને માન અલગ કોલેજ અલગ વિસ્તાર પણ હા જ્યારે પણ થાયને ત્યારે "સમય" તો બધાને એવો યાદ રહેને. મારી જોડે આ બધાએ ભાઈબંધી નિભાવી કે રાખી એ બીજી વસ્તુ છે પણ એ લોકોએ મને સાચવ્યો છે, હદ પાર વગરનો સાચવ્યો છે, લખલૂટ પ્રેમ આપ્યો છે. અને આજે પણ આ દરેકનો હું ઋણી છું. 

હવે, વાત વર્તમાનની કરવી છે. વર્તમાનમાં બાપુ કોલેજમાં એડમિશન લીધું(એજ પાછું લાલચુ જીવ, ૧૦૦% શિષ્યવૃત્તિની લાલચ)! હવે અહીંયા મને મિત્રોનાં સંગતમાં થોડોક કઈક વધારે જ દગો મળ્યો. અને મને એવું લાગ્યું કે કદાચ ભાઈબંધી પણ એક્સપાયરી ડેટ સાથે આવતી હશે. પણ મે અને એક મિત્ર(ક્ષમા, ભૂતપૂર્વ મિત્ર એ પણ એમના માટે)એ ભેગા થઈ ને ટુર (પ્રવાસ) ઊભો કર્યો. થોડુક નામ ખરાબ હતું ક્લાસનું એટલે અને એવું હતું કે નાના લોકો ના કરી શકે એટલે અમે કરી દીધું. ભલે થોડુક નામ બદનામ થયું કે પૈસા ખાવા અને છોકરીના નંબર માટે આ બધું થતું હશે, પણ સાહેબ કોલેજના ગ્રુપમાથી ના લઈ લેત, શું કામ સ્વાર્થ વગરનું આટલુ બધુ કરવાનું.? અલબત્ત, પ્રવાસ પૂર્ણ કર્યો(પ્રવાસ નિર્વિધ્ને પત્યો, પણ આયોજન માં ખૂબ હેરાન થયો પ્રવાસ ના દિવસે પણ). હવે વાત આવે છે ભાઈબંધીની અહીંયા મિત્રો હતા, પણ એવી બે છોકરીઓ સંપર્ક માં આવી, એક બ્રાહ્મણની દીકરી અને જે પછી મારા ગામના બાજુના ગામની!! જે અલબત, મને પાછળ થી ખબર પડી કે એણે સખત મોટો દગો દીધો. અને મને જ બદનામ કર્યો હતો જે પાછળ થી ખબર પડી! બીજી છોકરી પટેલની દીકરી એને ખુમારી હોવી જોઈએ પણ નહતી! હવે, થયું એવું કે સાલું આ છોકરીના મગજમાં કઈક હતું એને કદાચ કહેવું હતું, પણ કહેવું કોને? અહીંયા લોકો વાતો જાણવા આવે છે સમજવા થોડી? એટલે મને હતું કે આપણે નવા કેહવાય એટલે આપણે કંઈ કેવાય નહિ! જોકે પાછળથી મારા ગુસ્સા પછી એણે વિશ્વાસ રાખીને મને ઘણું કીધું કે આવું થયું ને ભૂતકાળમાં પણ ને વર્તમાનમાં પર પણ! મે કીધુ ચિંતા ના કર, અમે(આમાં જોકે અમે માં હુંજ કદાચ એના પક્ષે હતો, બાકીના લોકો અમારા બન્ને ના વિરોધપક્ષમાં હતા) જોડે છીએ. હવે, આ બધામાંથી છોકરીને બહાર કાઢી! એવામાં એમનો જન્મદિવસ આવ્યો, જેટલા દુઃખ હતા, કે ભોગવ્યા હતા એટલે મનમાં એવું ચોક્કસપણે હતું કે આ દુઃખ ભૂલીને કઈક એના જીવનમાં અજવાળું કરીએ. થયું ન થયું એ જાણે છે! આ પછી ધીમે ધીમે અમને સાથે જોઈને લોકોને કઈક અલગ પ્રકારની ઈર્ષા થવા લાગી, કોણ જાણે કેમ? પણ હશે કે લોકો તમારી ટીકા કે વાતો ક્યારે કરે જ્યારે એ તમારા સ્તરે પહોચીના શકતા હોય ત્યાર..  

હવે, મિત્રો કે ભાઈબંધોમાં તો અમે બેજ વધ્યા તા, બાકીના લોકોતો મે કીધુ એમ એકસપાયરી ડેટ!! અમે બે જણાએ જોડે રહેવાનું શરુ કર્યું. ઘણું નવું જોયું જીવનમાં પણ અને ભાઈબંધીમા પણ!. હવે, આટલુ થયા પછી એમના પરિવારના સભ્યો જોકે તેના ભાઈ હતા એમને થોડોક વધારે ઉમળકો બહેન માટે. એ ભાઈએ એ ઘણું કર્યું કે હું અલગ થાઉં. પણ મે કહ્યું એમ આપણે ભાઈબંધી નિભાવવા વાળા એટલે સાથ છોડીએ એમાના હતા નહીં. પણ મનમાં એવું ચોક્કસપણે થયું કે આ છોકરી માટે એટલું કર્યું પણ લોકો બોલે એની ના નથી, પણ એનાંજ ભાઈઓ આવું કહે છે?! ભાઈબંધી તોડી દેવાનો પણ વિચાર હતો, પણ સાથે જ એવો વિચાર પણ આયો કે જો એના ભાઈઓ એની સાથે નથી તો એની સાથે ઊભું કોણ રહેશે.? આપણે ભાઈબંધી કરિ'તી તો આપણે નિભાવવી જ પડે. અલબત્ત, ભાઈબંધી નિભાવી પણ જે મનમાં દુઃખ હતું એ છોકરીને કહી દીધું કે આવું થયું ને આ લોકો હતા. એ દિવસે મારા સામે રોઈ પણ હતી, પણ મે કીધું હતું કે સાથે છીએ ચિંતા ના કરતી. 

ભાઈ તરીકે ભાઈની ફરજ બજાવે એજ સાચુ બંધન બાકી તો શેના રક્ષાબંધન.? જોકે આ કીધા પહેલા અને પછી બન્ને છેડે મે છોકરી સાથે ચોખવટ કરી કે હું ના તારા ભાઈઓ સાથે સંબંધ તોડવા માટે આ કરું છું.. જો તને એવું લાગે તો તું છોડી શકે છે આ ભાઈબંધી ને.! પણ હઠાગ્રહ મારા કરતા પણ વધારે હતો એનો કે જેને જે કરવું હોય એ આપણે જોડે હોઈશું. મે આ છોકરી સાથે ભાઈબંધી કરી, પણ કરવાની ઈચ્છા નહોતી ત્યારે એ વાત એને ખબર છે કે મને બહુ ગમે નહિ ને મારા અંગત દરેક ને ખબર આ, કે મને છોકરીઓ સાથે બેસીને ઓલી દ્વી-પક્ષીય (Non-Veg Jokes u know) કરવામાં જરાય રસ નહિ(પહેલા પણ નહિ, આજે પણ નહિ). તેમ છતાં આ બધું જોયા પછી મે એના સાથે ભાઈબંધી કરી. અને બન્ને છેડે ભાઈબંધી ની અસર એટલી છે. 

આમ તો મારો ઉદ્દેશ્ય એના ઘરના બોલ્યા(ભાઈ) પછી બોલવાનો હતો નહિ પણ મનમાં રહેલા બીજા વિચારે બાજી પલટાઈ દીધી. અલબત્ત, આજે પણ એની સાથેજ છું અને મારે ભાઈબંધી નહોતી કરવી એ વાત એને પણ ખબર જ છે ને કદાચ હતી, કેમ કે શરૂઆત માં એ બોલતા પણ મે કીધું એમ આપણે ઓછાબોલા એટલે આપણે બોલીએ નહિ. હવે આટલુ લખ્યા પછી એવું લાગે છે કે ભાઈબંધી બસ આજ છે મારા માટે તો. આ મિત્ર એ પણ જીવથી વધારે સાચવ્યો છે, ધ્યાન રાખ્યું છે એ નજ ભૂલવું જોઈએ મારે! પણ કીધું એમ શિષ્ટાચાર વાળા ખરા એટલે થોડું તકલીફ લાગે. 

પહેલા'તો અમારા આ મેડમ સારું થાય કે ખરાબ બોલતા જ નહતા, પણ આજે તો આહાહા!!! જે સાંભળે એને ખબર પડે. મે'તો બહુ સાંભળ્યું છે. જોકે આ શિષ્ટાચાર ની વાત કરી એમાં ખાલી સમયસૂચકતા, પાલન, અને કામ કરવાની પ્રમાણિકતા અને ખાનદાની જ આવે. બાકી હું મારા પ્રત્યે સેજે'ય શિષ્ટાચારમાં માનતો નથી, એ પછી મારા કપડાંની બાબત હોય, મારા સામાન ની બાબત હોય કે પછી મારી પોતાની તબિયતની જ વાત કેમ ન હોય. 

પણ વાત તો બહુ થઈ, હવે એને વિરામ આપીએ. 
થોડુક વધુ કહી દઉં કે સૌ પ્રથમ તો મિત્રતા માટે આભાર! સાથે સાથે મને ઝેલવા માટે, મારું ધ્યાન રાખવા, મારી વસ્તુઓનું ધ્યાન રાખવા ખૂબ ખૂબ હૃદયસ્થથી આભાર! (જેટલો માનું એટલો ઓછો). કેમ કે જે જન્માક્ષરમાં માનતું હશે એને ખબર હશે જે સૂર્યની ગરમી ઠંડી કેમ પાળવી કે એની સાથે કેમ નું રહેવાય! (ખાલી સમયસૂચકતા ની બાબતમાં લાગી આવે!!), અને દોસ્ત કદાચ જો ગુસ્સામાં કઈ કીધું હોય સમય, કે અનુશાસન માટે તો દિલથી માફી ગુસ્સો તારા પર ન હોય પણ આ રીતે કામ કરવાથી જીવન જીવવાથી ટેવાઈ ગયા છીએ એટલે દુઃખ થાય એટલે કદાચ કઈ દીધું હશે. મન માં એવું કંઈ ત્યારે પણ નહતું અને આજે પણ નથી. પણ જો કઈ વધારે કીધું હોય તો જાહેરમાં માફી!🙏🏻 

બીજી વાત એ, આટલુ બધુ જે કઈ પણ થયું એમાં મારો ઉદ્દેશ્ય કઈ એવો હતો નહિ કે પરિવારમાં ઝગડા કે બીજુ કઈ! પણ જો તમારા ઘરમાં, તમારા ભાઈઓને એવું લાગતું હોય તો હું બીજુ તો કંઈ કરી શકું એમ નથી! હા, જો એવું હોય ને તને, તમારા પરિવાર, ભાઈઓ કે બીજુ કોઈ પણ જેને આ લાગતું હોયતો એમને ખરા દિલથી, દંડવત્ જાહેરમાં ક્ષમાપ્રાર્થી છું.🙏🏻

ભાઈબંધી કરવી નહોતી, પણ થઈ!
ભાઈબંધી નિભાવી, તો નિભાવી બતાઈશું! 

બધાજ જેને જે કહેવું હોય એ કહે આપણે બતાવીશું! 
ખાલી વાત એટલી જ કે જો પરીવાર માથી કોઈ બોલ્યું તો યાર સહન ના થાય કેમ કે ગમે તેમ તો'ય તમારો પરિવાર અને છેવટે પરિવાર એક જ થાય ને ભાઈબંધ અળગો થાય! પણ તમે આવું નહીં કરો એવી મને આશા છે! બસ આ વિશ્વાસ તોડતા નહિ એજ પ્રભુ ને પ્રાર્થના! 

વધારે બોલવા કે કઈક તમને કીધું હોય તો ફરી જાહેરમાં ક્ષમા!🙏🏻  

અને દોસ્તો, ભાઈબંધી ની વ્યાખ્યા ખબર હોય તો જ કરવી! બાકી તો જીવનમાં છે ને એક જ સંબંધ એવો હોય જે તમે જીવતા બનાવ્યો હોય બાકી બધા લોહીએ આપેલા હોય જેમાં સુધારો ના થાય અથવા તો માથે પડ્યા હોય. પણ સારા મિત્રો શોધવા કરતા આપણે જ જ્યાં છીએ ત્યાં સારા મિત્ર બની જઈએ તો કદાચ કોઈક ની શોધ પૂરી થઈ જાય!! 

(આમાંથી ઘણી વાતો આ મિત્રને ખબર જ નથી, આજે ખબર પડે છે. કશુજ બોલવું નહિ આ વિશે!)

એક મિત્રને સમર્પિત!
©️ દીપ જાની

Comments

  1. It's the truth💯
    Hju ganu janvanu baki che!!!

    ReplyDelete
  2. Excellent work Jani!
    Proud of your work!
    Just do your best with honesty, one day you'll get what you deserve today.
    God Bless Jani

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Burned to Gold: A Story Nobody Dared to Tell

જિંદગીના કેટલાક કડવા સવાલો....