છેલ્લી સહી!!!
ડિવોર્સ પેપર પર તારી સહી ની બાજુમાં છેલ્લી સહી કરીને,
આ બે વર્ષનો લગ્નજીવન અચાનક ખલાસ થઈ ગયો..
અચાનક માથામાં સિંદૂર ની જગ્યાએ ધગધગતા અંગારા જેવો અનુભવ થવા લાગ્યો,
તારા નામ માત્ર થી ખન-ખની ઉઠતી મારી બંગળીઓ,
આજે મારી ધોરી નસ કાપતી હોય એમ ખૂંચવા લાગી..
મને બર્થડે ગિફ્ટ માં તે પેહરાવેલી ડાયમંડ ની વીંટી એકદમ જ બાવીસ કેરેટ માંથી કેરેટ વગરના કથીર જેવી થઈ ગઈ,
એ વીંટી પહેરેલી આંગળીમાં ગેંગરીન જેવી બળતરા થવા લાગી..
તારા આ પગ ચૂમીને પહેરાવેલી આ ચાંદીના આ ઝાંઝર એ એક સહી કરતા જ લોખંડની બેડી બની ગયા,
એક બીજાને ફરી- ફરી યાદ કરવાની વાતો તો અંતે ભરણ- પોષણ પર આવીને અટકી ગઈ..
હવન કુંડ ના પવિત્ર અગ્નિમાં કોણ જાણે કોણ આવીને ધૂળ નાખી ગયું,
હસ્ત-મેળાપ વખતે રોમે રોમ અનુભવેલી તારી હથેળીઓ ની એ ભીનાશ કોણ જાણે કોની નજર લાગી ગઇ..
ક્ષેત્રપાળ ને પગ અડાડતી વખતે જે પગ ધ્રુજયો નતો,
એ મને પાટુ મારતી વખતે ધ્રુજયો કેમ નહિ..?
મારી બાહોમાં જિંદગી વિતાવાના કસમો ખાનારો તું,
આજે મારામાંથી છૂટવાનો હાશકારો ખાઈ રહ્યો છે..
મારો કરિયાવર તો મને પાછો મળી ગયો છે,
પણ મારો ભવોભવ નો વર હું ખોઇ ચુકી છુ..
મંગળસૂત્ર ના દાણે દાણા વિખરાઈ ગયા છે,
તારૂ પાનેતર પહેરીને મરી જવાના કોડ લઈ તારા ઘરમાં કંકુ-પગલાં કરનારી હું---
ઓન પેપર અળગી થાઉં છું...
મન-કર્મ ને વચન થી તમને ભવો-ભવ નો પતિ માનનારી ને તને વરી ચુકેલી હું, આજે ૧૦૦₹ ના સ્ટેમ્પ પેપર સહી કરીને ડિવોર્સ ની કબર માં તારી લોહી ભીની ચૂંદડી ઓઢીને એકલી દફન થઈ જાઉં છું..
માત્ર ને માત્ર યાદ રાખજે દોસ્ત કે તે કોકની વાતોમાં આવીને મને ડિવોર્સ આપ્યા તા,
તે મારુ શરીર જ નહીં પણ મારી આત્મા પણ અભડાવી દીધી છે!!!..
© દીપ જાની

गजब है
ReplyDeleteBhai ek hindi mai
ReplyDeleteAwesome..👏👏👏👏
ReplyDelete