Definition of Love as my Opinion!!
પ્રેમ ની પરિભાષા!!!
- Love is Innocent
એક બાળક ની જેમ કાલા-ઘેલા કરીને કરેલો પ્રેમ
- Love is Missing
જો એ માણસ ની યાદ તમને ના આવતી હોય તો તમે એ માણસ ના પ્રેમ માં નહિ આકર્ષણ માં કહેવાઓ..જ્યારે તમે કોઈ પણ મુસીબત માં મુકાઓ ને પહેલી યાદ તમને તમારા સાથી ની આવે કે આને હું કઈ દઉં તો બસ આનું નામ પ્રેમ..!
- Love is Waiting
મુકુલ ચોકસી એ કીધું છે કે જો દાઢી કરતા કરતા જો લોહી નીકળે ને કોઈનો પાલવ યાદ આવે તો એનું નામ પ્રેમ, ને હા પ્રેમ એ જુવાની માં કરેલા જોશ ની ભૂલ નથી પણ એતો જુવાની માં આવી ગયા ને એનો પુરાવો છે.. ને પ્રેમ કરવાની કોઈ જ ઉમર નથી હોતી પણ પ્રેમ થાય ને એજ ઉમર સાચી કહેવાતી હોય છે...એક પ્રસંગ કહી દઉં કે આપણા સમાજ માં એવા બનાવ છે કે જ્યાં અરેન્જ મેરેજ કરતા લવ મેરજ માં ડિવોર્સ નું પ્રમાણ ક્યાંક વધારે છે, પણ તમે ક્યાંક ધ્યાન નથી દોર્યું કે જેટલા એ લવ મેરેજ કર્યા છે ને એ ક્યાંક ઊંચી સફળતા એ પહોંચી ગયા છે કેમ તો કે જે પ્રેમ એમનો હતો ને એ પ્રેમ એમની સફળતા ની દુઆ માગતો તો.. અરેન્જ મેરેજ માં ક્યાંક એવા બનાવ બન્શે કે જ્યારે એવા બનાવ બનશે કે પતિ કે સસરા પક્ષ તરફથી મારા-મારી કે કંઈક વધારે જ સંઘર્ષ વાળું જીવન હશે પણ લવ મેરેજ માં ક્યારે કોઈ એ છોકરી ને હેરાન કારીજ ના શકે કેમ કે જો આકર્ષણ હોય તો એ લગ્ન જ ન કરેત…!!લોકો કેતા શુ તો કહી દે છેકે તું અહીંયા થી નીકળી જા ને લોકો નીકળી જતા હોય છે પણ તમે જો શારીરિક નીકળી જાઓ પણ માનસિક રીતે ત્યાં રહી જાઓ ને તો સમજજો કે આ લાગણી છે પણ જો માનસિક રીતે પણ જો ત્યાં ના રોકાઈ શકો ને તો સમજજો કે આ માગણી છે..!
- Love is Tolerance
પ્રેમ છે ને એ સહન કરતા શીખવાડી દે ને તમે જોયું હશે કે પ્રેમ કર્યો હોય ને એ માણસો એકબીજાને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ માં પણ ગમે તે કહી શકતા હશે ને સામે ક્યારેય એમનો પ્રેમ નહિ તૂટે.. ઉલ્ટાનું આમ તો પ્રેમ વધે.. તમે જોજો પ્રેમ છે ને એકબીજાને બધું બોલ્યા પછી શાંત થાય ત્યારે શું કહે કે એતો હું બોલું પણ ખરા હક છે મારો… બસ આ હક એનું નામ પ્રેમ!!! આપણા સાથી ની બધી જ ખૂબી ખામી ખબર હોય ને ખબર હોવા છતાં એ સ્વીકારી શકે ને એનું નામ પ્રેમ!!!!
- Love is Forgetting nd Forgiving
પ્રેમ એ છે સાહેબ કે જે પોતાના સાથી ની દરેક ભૂલ સ્વીકારે તેમજ આ ભૂલ એને ભૂલે ને આ ભૂલ માં માફ કરીદેને એનું નામ પ્રેમ! પ્રેમ એક એવો ખજાનો છે જે કે દરેક સાથી ઈચ્છે કે મારા સાથી ને જે જોઈતું હોય ને એ બધું જ એ કહે નહિ પણ હું પહોંચતું કરી દઉં . મારા સાથીને ક્યારેય કોઇની સામે ભીખ ના માગવુ પડે..!!
- Love is Dream
સાંઈરામ ની એક સુંદર પંક્તિ છે કે
હાથ ની આ ધ્રુજારી રાતની ક્યાંક અધુરી લાગે છે
સપનામાં આવીને આજે પાછું તે મારી આંગળી જાલી લાગે છે..!!
પ્રેમ એ છે સાહેબ કે જેમાં પ્રત્યેક ક્ષણે ક્ષણે તમને તમારા સાથીની સંગત તમારા જીવન માં તમારા શ્વાસેશ્વાસે લાગે.. જ્યારે જીવન ની દરેક પ્રતિક્રિયા એ સુખ હોય કે દુઃખ પણ તમને એવું લાગે ને કે સાલું આ જગ્યાએ મારો સાથી હોત તો મારું દુઃખ અડધું થઈ જાય ને હું સારું જીવી શકેત આનું નામ પ્રેમ સાહેબ!!!!)
હાથ ની આ ધ્રુજારી રાતની ક્યાંક અધુરી લાગે છે
સપનામાં આવીને આજે પાછું તે મારી આંગળી જાલી લાગે છે..!!
પ્રેમ એ છે સાહેબ કે જેમાં પ્રત્યેક ક્ષણે ક્ષણે તમને તમારા સાથીની સંગત તમારા જીવન માં તમારા શ્વાસેશ્વાસે લાગે.. જ્યારે જીવન ની દરેક પ્રતિક્રિયા એ સુખ હોય કે દુઃખ પણ તમને એવું લાગે ને કે સાલું આ જગ્યાએ મારો સાથી હોત તો મારું દુઃખ અડધું થઈ જાય ને હું સારું જીવી શકેત આનું નામ પ્રેમ સાહેબ!!!!)
ReplyForward |
Comments
Post a Comment