એક પુરુષ ની પાછળ છુપાયેલું દર્દ
કેહવાય
છે કે મર્દ કો કભી દર્દ નહિ હોતા..
લેકિન
જબ હોતા હૈ તો ઉસે સમજને વાલા ભી કોન હોતા હૈ..?
એક
સ્ત્રી ને એક પુરુષ પ્રભુ એ બનાવી બે જાતી.એક છે સ્ત્રી જે બધાને કહી શકે,બધે જ બધી જગ્યાએ
પોતાની જિંદગી માં જે કઈ પણ બન્યું છે એ બધુ જ ખુલ્લા મને કહી શકાય. સ્ત્રીઓ બધુ જ
પોતાના અંગત મંતવ્યો કેટલા ને કહી શકે છે તેના મિત્રો તેના પરિવાર,તેમના પાડોશીઓ બધાજ. ને આટલું કઇને તેનું મન તો હલ્કું કરી નાખે છે. પણ
પુરુષ નું શું? આજ સુધી ક્યારેય કોઈ ને પણ પુરુષ ના દુ:ખ નું
વિચાર્યું છે આજ સુધી..?
એક
પુરુષ જેને જન્મતાની સાથે જ એવું શીખવાડવામાં આવ્યું છે કે કોઈ દિવસ આસું ના આવા
જોઈએ. જો આવું બને તો શું કહેવામા આવે કે તમે છોકરી જેવા, લો બોલો..! તો આનો મતલબ શું કે પુરૂષોને આસું સારવાનો અધિકાર નથી? કાતો પછી એવું થાય કે, પુરૂષોને મન હલ્કું કરવાનો
કોઈ અધિકાર જ નથી એવું છે..! જ્યારે જ્યારે પુરુષોના આસું સર્યા છે એ દિવસ એના
જીવનમાં કેટલો ભાર હશે અથવા તો કઈ શકાય કે
એના મનમાં કેટલો ભાર હશે. કેમ કે હમણાં જ કીધું એમ કે નાનપણ થી જ રોવા તો દીધું જ
નથી. હવે જો વિજ્ઞાન ની ભાષા માં જોઈએ તો કે પુરુષોના આસું વધારે એસિડિક છે. તો
હવે તમે જ વિચારો કે પુરુષ માં મનમાં કેટલું ભરી રાખ્યું છે.?
એક
પુરુષ જેને મોટા થતાં ની સાથે જ જવાબદારી આપવામાં આવે છે કે મોટા થતાં ની સાથે જ
ઘરની જ્વાબદારી, એના લગ્ન, પછી એના સંસાર ની જ્વાબદારી, પોતાની કારકિર્દી, પોતાના નોકરી ધંધા ને બીજી તો
એના આ છોકરાઓ ની જવાબદારીઓ તો દરવાજે જ ઊભી છે. મારા મતે તો સ્ત્રી પુરુષ ને આપણે
સમાનતા આપી છે પણ આ જવાબદારીઓની સમાનતા ક્યારે?
એક
અંગત વાત કઉ તમને કે પુરુષના જ્યારે જ્યારે આસું સર્યા છે ને ત્યારે ત્યારે તમે
માર્ક કરજો કે દૂ:ખ હમેશ એ પુરુષની નજીકની જ વ્યક્તિએ જ આપ્યું છે.. પુરુષના એ એના
આસું છે ને માત્ર મર્યાદિત લોકો માટે જ આસું સર્યા હશે , જે માત્ર તેના મા-બાપ
તેના ભાઈ-બહેન ને દાદા-દાદી ને સાથે સમય પસાર કર્યો હોય ને તો એમના માટે ને એક
એનું મનપસંદ પાત્ર ને એક એના ગમતા શિક્ષક.
હમેશા
માટે એવું જોવામાં આવ્યું છે, કે કઈ પણ ખરાબ થાય ને તો વાંક હમેશા પુરુષ નો તો શું ક્યારેય સ્ત્રીઓ એ
કઈ ખરાબ થયું જ નથી.? હું તમને ના ખબર હોય તો કઈ દઉં કે
રામાયણ ને મહાભારત બંને સ્ત્રીઓના લીધે જ થયું છે.. કેમકે રામાયણ માં સીતાજી ક્યાય
બોલ્યા નથી ને મહાભારત માં ક્યાય દ્રૌપદીજી ક્યાય મૂંગા રહ્યા નથી.! પુરૂષોને આટલા
દૂ:ખો કોના માટે સહન કરે છે પોતાના માટે ..? ના, પોતાના નજીકના લોકો પોતાના અંગત લોકો માટે જેને સાથે એને જિંદગી જીવવી
ગમે છે.. પુરુષ બધા સારા કે ખરાબ નથી હોતા.
આજના
જમાનમાં મે કેટલાય એવા સબંધો જોયા છે ને તમે પણ જોયા જ હસે કે પુરુષ સહનશીલ છે ને
એટલે આજે એમનો સંસાર કે એમનું જીવન સુખમય ચાલી રહ્યું છે.. તો પછી શા માટે એવું
કહેવામા આવે છે કે સહનશીલ તો માત્ર સ્ત્રીઓ જ? શા માટે પુરૂષોને માન નથી મળતું? ક્યાય એવું જોયું કે લોકડાઉન પછી કોઈ સ્ત્રી એ આત્મહત્યા કરી હોય? પુરુષોના મનમાં કેટ્લુ ભરાયેલું હશે કે એ કોઈને નથ કહી શકતા ને જિંદગી થી
જ દૂર થઈ જાય છે.!
દરેક
સ્ત્રીઓ,માતા
બહેનો ને વડીલો બધાને એક નમ્ર અપીલ છે, કે જો તમે પુરુષોની
જાત ને સમજીના શકો તો વાંધો નઇ પણ એમણે આટલા વર્ષોના પુરુષાર્થ પછી પણ જે ઇજ્જત, જે માન-સન્માન જે પ્રતિષ્ઠા ભેગી થઈ છે ને એને નુકશાન ના પહોચાડો.. જો
તમે કોઈ પુરુષ ના અંગત માણસ હોવ તો મહેરબાની કરીને એનું દૂ:ખ હળવું કરો ને જો ના થાય ને તો મહેરબાની કરીને
એને ઠેસ ના પહોચાડો..!કેમ કે એ તમારા જેમ કોઈને કશુજ કઈ નહિ શકે.!!
n
દીપ જાની
Very well expressed. Keep writing.👍👌
ReplyDelete